Gujarati Boidata for Marriage - (ગુજરાતી લગ્ન બાયોડેટા)

અમારી વેબસાઈટ પર તમે ઘરે બેઠાં જ તમારો ગુજરાતી લગ્ન બાયોડેટા તૈયાર કરી શકો છો. કોઈ ડિઝાઈનરને પૈસા આપવાની જરૂર નથી, કોઈ MS Word માં ઘંટો સુધારવાની મહેનત નથી. બસ તમારી માહિતી ભરો, ડિઝાઈન પસંદ કરો અને PDF ડાઉનલોડ કરો.

અમારી સાઈટ પર બાયોડેટા કેવી રીતે બનાવો

પગલું 1: ભાષા પસંદ કરો સૌથી પહેલાં "Gujarati" ભાષા સિલેક્ટ કરો. અમારી સાઈટ પર તમને ગુજરાતી ફોન્ટ ઓટોમેટિક મળી જશે. તમારે અલગથી કંઈ ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી.


પગલું 2: તમારો ફોટો અપલોડ કરો તમારો સારો ફોટો અપલોડ કરો. સાઈટ ઓટોમેટિક ફોટોને સાઈઝમાં લાવી દેશે. ફોટો ઉપર ક્રોપ કરવાનું ઓપ્શન પણ છે જેથી ફક્ત તમારું ચહેરું જ સારું દેખાય.

પગલું 3: તમારી વિગતો ભરો

અમે તમારા માટે અલગ-અલગ બોક્સ બનાવ્યા છે:

  • તમારું નામ, જન્મ તારીખ, ઊંચાઈધર્મ,
  • જાતિ, ગોત્ર
  • શિક્ષણ અને નોકરીની માહિતી
  • પિતા-માતાનું નામ અને ધંધો
  • ભાઈ-બહેનની વિગતોફો
  • ન નંબર અને સરનામુંબસ બોક્સમાં લખો, બાકી ડિઝાઈન અમે સંભાળીશું.

પગલું 4: ડિઝાઈન પસંદ કરો

અમારી પાસે ગુજરાતી શૈલીના ઘણા ટેમ્પલેટ છે:

  • પારંપરિક ડિઝાઈન (દેવી-દેવતાની તસવીર સાથે)
  • સાદું અને સુંદર ડિઝાઈન
  • મોર્ડન લુક વાળું ડિઝાઈન

તમને જે ગમે તે પસંદ કરો. બધા ટેમ્પલેટ મફત છે.

પગલું 5: પ્રિવ્યૂ જુઓ અને ડાઉનલોડ કરો

એકવાર બધું ભરી લો ત્યારે "Preview" બટન દબાવો. તમને તમારો બાયોડેટા એકદમ સાચો લાગે તો "Download PDF" પર ક્લિક કરો. તમારો બાયોડેટા તમારા ફોન કે કોમ્પ્યુટરમાં સેવ થઈ જશે.

શા માટે અમારી સાઈટ વાપરો

સમય બચે છે

પહેલાં લોકો વર્ડમાં કલાકો સુધારતા. અહીં 10 મિનિટમાં બધું થઈ જાય છે.

ગુજરાતી ફોન્ટની ચિંતા નહીં

ઘણી વાર ઘરે બેઠાં ગુજરાતી ટાઈપ કરવામાં અક્ષરો ઉલટા આવે છે. અમારી સાઈટમાં તમે જે લખો છો તે એકદમ સાચું જ દેખાશે.

સારો ડિઝાઈન

તમને ડિઝાઈનિંગ નથી આવડતું? કોઈ વાંધો નહીં. અમારા તૈયાર ટેમ્પલેટમાં તમારું બાયોડેટા પ્રોફેશનલ દેખાશે.

મફત છે

કોઈ છુપા ચાર્જ નથી. તમારે એક પણ રૂપિયો આપવાનો નથી.

PDF માં મળે છે

ડાઉનલોડ થયેલો બાયોડેટા PDF ફોર્મેટમાં હશે. તેને વ્હોટ્સએપ પર મોકલો, ઈમેલ કરો કે પ્રિન્ટ કરો – બધું આસાન.

યાદ રાખવાની બાબતો

  • જે માહિતી ભરો તે સાચી હોવી જોઈએ
  • ફોન નંબર એકવાર ચેક કરી લેજો
  • ફોટો સાફ હોવી જોઈએ
  • જન્મ સમય અને ગોત્ર સાચા લખજો
  • એકવાર પ્રિવ્યૂ જરૂરથી જોઈ લેજો

Frequently Asked Questions

આ સાઈટ પર ગુજરાતી બાયોડેટા બનાવવા પૈસા લાગે છે?
ના, અમારી મૂળભૂત સેવાઓ બિલકુલ મફત છે. તમે તમારો બાયોડેટા વિના કોઈ ચાર્જે બનાવી અને ડાઉનલોડ કરી શકો છો.
મારા ફોનમાં ગુજરાતી ટાઈપિંગ નથી આવડતું, તો હું કેવી રીતે ભરું?
તમારે ગુજરાતી ટાઇપિંગ જાણવાની જરૂર નથી. તમે પસંદ કરેલી ભાષા અનુસાર લેબલ્સ અને હેડિંગ આપમેળે જનરેટ થશે. જેમ જેમ તમે અંગ્રેજીમાં નામ અને માહિતી ટાઇપ કરશો, તેમ તેમ તે આપમેળે ગુજરાતીમાં ટાઇપ થશે.
બાયોડેટા બનાવ્યા પછી ફેરફાર કરી શકાય?
હા, જો તમે અમારી વેબસાઇટ ફરીથી એ જ બ્રાઉઝરમાં ખોલશો, તો તમારો બાયોડેટા દેખાશે જેમાં તમે ફેરફારો કરી શકો છો.
PDF ડાઉનલોડ થયા પછી ફોટો બદલી શકાય?
PDF એકવાર બની જાય પછી તેમાં ફેરફાર ન થાય. જો ફોટો બદલવો હોય તો સાઈટ પર પાછા આવીને નવો ફોટો અપલોડ કરો અને ફરીથી ડાઉનલોડ કરો. આ માત્ર 2 મિનિટ લાગશે.
અમારા ગામમાં નેટ ધીમું છે, શું સાઈટ ચાલશે?
હા, અમારી સાઈટ લાઈટવેઈટ બનાવેલી છે. ધીમા ઈન્ટરનેટ પર પણ ચાલશે. ફોટો અપલોડ કરતી વખતે થોડો સમય લાગી શકે, પણ બાકીનું બધું ઝડપથી થઈ જશે.
એક જ વ્યક્તિ માટે બે અલગ ડિઝાઈન બનાવી શકાય?
બિલકુલ. તમે એકવાર માહિતી ભરો અને પછી અલગ-અલગ ટેમ્પલેટ પસંદ કરીને બે-ત્રણ વાર ડાઉનલોડ કરો. કોઈ પ્રતિબંધ નથી.
મારું બાયોડેટા સેવ ક્યાં થશે? શું સુરક્ષિત છે?
તમારી માહિતી તમારા ઉપકરણ પર રહે છે. અમે બીજા કોઈની માહિતી જોઈ શકતા નથી.
બાયોડેટા પ્રિન્ટ કરવામાં આવે તો કઈ સાઈઝમાં આવે?
અમારા બધા ટેમ્પલેટ A4 સાઈઝમાં બનેલા છે. તમે કોઈપણ પ્રિન્ટરમાં A4 કાગળ મૂકો અને પ્રિન્ટ કરો, એકદમ સાચું આવશે.